View Hymn (Bhajan)
Hymn No. 4759 | Date: 05-Nov-20182018-11-052018-11-05ના સમજ્યા કહેવાવાળાનો અર્થ, ના એનો મર્મ રે સમજ્યાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=na-samajya-kahevavalano-artha-na-eno-marma-re-samajyaના સમજ્યા કહેવાવાળાનો અર્થ, ના એનો મર્મ રે સમજ્યા
અહંના ઘડા રે ફટફટ ફૂટવા રે ત્યાં લાગ્યા
આવ્યા આકરા શબ્દોના પ્રવાહ, બતાવ્યું દર્પણ જ્યાં
કરી અસ્વીકાર શબ્દોનો પ્રવાહ, બતાવ્યું દર્પણ જ્યાં
સમજ્યા-વિચાર્યા વગર, દલીલ કરવા રે લાગ્યા
આપીને મૂર્ખતાનું પ્રદર્શન, ખુદને શાણા ને સમજદાર કહેવા રે લાગ્યા
વાત હતી પ્રભુને પામવાની, વાત હતી જાતને જગાડવાની
ભૂલીને એ બધું, દેહ અભિમાનને મહત્ત્વ આપી રે બેઠા
સત્ય અંતરમાં ઉતારવાને બદલે, સાચા-ખોટાનો નિષ્કર્ષ કાઢવા રે બેઠા
પ્રભુને પામવાના દાવામાં, સત્યને એ તો ઓળખી ના રે શક્યા
ના સમજ્યા કહેવાવાળાનો અર્થ, ના એનો મર્મ રે સમજ્યા