View Hymn (Bhajan)
Hymn No. 4757 | Date: 05-Nov-20182018-11-052018-11-05વિચારમાં વિચાર એવો ગોતું છું, જે વિચારથી વિશ્વપતિને ચારે બાજુ નિહાળી શકુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=vicharamam-vichara-evo-gotum-chhum-je-vicharathi-vishvapatine-chare-bajuવિચારમાં વિચાર એવો ગોતું છું, જે વિચારથી વિશ્વપતિને ચારે બાજુ નિહાળી શકું
ભાવમાં ભાવ એવો ગોતું છું, જે ભાવથી જોડાઈને સંગ તારી, તારામાં ખોવાઈ જાઉં
દૃશ્યમાં દૃશ્ય એવું ગોતું છું, જે દૃશ્યથી તારાં દીદારે દર્શન કરી શકું
યાદમાં યાદ એવી ગોતું છું રે, જે યાદથી તારી યાદમાં રહીને તારા સ્મરણમાં રહું
દૃશ્યમાં દૃશ્ય એવું ગોતું છું રે, જે દૃશ્યથી તારાં દીદારે દર્શન હું તો નિત્ય કરી શકું
વિચારમાં વિચાર એવો ગોતું છું, જે વિચારથી વિશ્વપતિને ચારે બાજુ નિહાળી શકું