View Hymn (Bhajan)
Hymn No. 4379 | Date: 05-Nov-20022002-11-052002-11-05સંગે રમશું, સંગે ગાશું, સંગે સંગે બોલશું રે, વૃંદાવનની એ ગલીઓમાંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=sange-ramashum-sange-gashum-sange-sange-bolashum-re-vrindavanani-e-galiomamસંગે રમશું, સંગે ગાશું, સંગે સંગે બોલશું રે, વૃંદાવનની એ ગલીઓમાં,
કાના તમે આવોને, કાના તમે આવોને .....
બોલાવે સહુ ગોપ ગોપી તમને, રાધાને સંગ તમે લાવજો રે વૃંદાવનના .....
અધૂરા નગમાં પૂરા કરશું, નવા રાસે રમઝટ જમાવશું,
એક બીજાના પ્રેમમાં રંગે રંગાઈ, સંગ તમારી ગાશું રે,
દિવસો વિત્યા, રાતો વીતી, વિત્યા જાણે કંઈક જમાના રે,
આપ વિણ લાગે જૂના અમને આ જમાના રે,
ભાવ પ્રેમથી કરીએ વિનંતી કાના, તમે આવોને પ્રગટ સ્વરૂપે, સંગે બીરાજો ને,
થોડી યાદો, થોડી ફરિયાદો, થોડી આપવીતી કહેશું રે,
આંખોમાં તમારી આખર અમે ખોવાઈ જઈશું રે.
સંગે રમશું, સંગે ગાશું, સંગે સંગે બોલશું રે, વૃંદાવનની એ ગલીઓમાં