View Hymn (Bhajan)
Hymn No. 1375 | Date: 23-Sep-19951995-09-231995-09-23હર કાર્યને પાર પાડવા, જીવનમાં કરવી પડે છે પૂરી તૈયારીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=hara-karyane-para-padava-jivanamam-karavi-pade-chhe-puri-taiyariહર કાર્યને પાર પાડવા, જીવનમાં કરવી પડે છે પૂરી તૈયારી
કરી છે જેણે પૂરી તૈયારી, કરી છે એણે સફળતા પર તો સવારી
કરી નથી શક્યો જે તૈયારી પૂરી, એને નિરાશામાં ડુબવાની આવી છે પારી
છે આતો લીલા કર્તાની, લાગે કોઈને પ્યારી તો લાગે કોઈને ન્યારી
પામવી હશે સફળતા જીવનમાં, તો રાખવી પડશે સદા તૈયારી
પચાવવી પડશે રે જીવનમાં, નિષ્ફળતાની પણ મારામારી
છે સીધાસાદા કાયદા કર્તાના, નથી એમાં વકાલત જરૂરી
માને એના પાર પડે છે, ના માને એના પર નથી કોઈ જબરદસ્તી ખોટી
સમજીએ આ વાતને, છે બહુ સહેલી ને સરળતાથી ભરેલી
સમજમાં આવશે સહુને આ વાત, આચરણમાં મળશે કોઈ કોઈને આ વાત
હર કાર્યને પાર પાડવા, જીવનમાં કરવી પડે છે પૂરી તૈયારી