View Hymn (Bhajan)
Hymn No. 1374 | Date: 23-Sep-19951995-09-231995-09-23નથી માંગવું, નથી માંગવું કહીને આ, કંઈક ને કંઈક તારી પાસે માંગતી જાઉં છુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=nathi-mangavum-nathi-mangavum-kahine-a-kamika-ne-kamika-tari-pase-mangatiનથી માંગવું, નથી માંગવું કહીને આ, કંઈક ને કંઈક તારી પાસે માંગતી જાઉં છું
બસ પ્રભુ મારી આ આદતથી, હું કંટાળી જાઉં છું
આવે જ્યાં દિલ પર કાબૂ, ત્યાં મનનો કાબૂ હું ખોતી જાઉં છું
ખોતા કાબૂ ક્યાંય પણ, હું તારી પાસે હાથ લાંબો કરી ઊભી રહી જાઉં છું
ના ગમે ખુદને તોય, વર્તન અણગમતું ખુદથી જ થઈ જાય છે, નથી….
સમજવા છતાંય નાસમજીનો શિકાર, જ્યારે હું બની જાઉં છું
બદલાય પરિસ્થિતી કે ના બદલાય, પણ આવી હાલતમાં જીવતી હું જાઉં છું
ક્યારેક માંગવા યોગ્ય તો ક્યારેક ના માંગવા જેવું હું માંગતી જાઉં છું
જીવનમાં કંઈક અવનવી વાટ પરથી, પસાર હું થાતી ને થાતી જાઉં છું
તારી પાસે પ્રભુ કાંઈ ને કાંઈ હું, માંગતી ને માંગતી જાઉં છું, બસ પ્રભુ …
નથી માંગવું, નથી માંગવું કહીને આ, કંઈક ને કંઈક તારી પાસે માંગતી જાઉં છું