View Hymn (Bhajan)
Hymn No. 1376 | Date: 12-Oct-19951995-10-121995-10-12કરવા નિક્ળ્યો છું પ્યાર જગમાં, સમજાતું નથી કોને કરું પ્યાર હું, જગમાં કોને કરું ?Sant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=karava-niklyo-chhum-pyara-jagamam-samajatum-nathi-kone-karum-pyara-humકરવા નિક્ળ્યો છું પ્યાર જગમાં, સમજાતું નથી કોને કરું પ્યાર હું, જગમાં કોને કરું ?
લાગતું નથી કોઈ પ્યાર કરવા જેવું મને આ જગમાં, કોને કરું હું પ્યાર જગમાં?
ભર્યા છે અહીં સહુ કોઈ છળકપટ ને સ્વાર્થથી તો પૂરેપૂરા, ત્યાં કોને કરું……
રહેવું છે જ્યાં મને આ બધી વસ્તુથી તો દૂર, ત્યાં કોને કરુ હું પ્યાર જગમાં?
વધતી રહી છે આ મૂંઝવણ મારી, સમજાતું નથી કાંઈ મને પૂરું રે એમાં, કોને……
છે કલ્પના જેને પ્યાર કરવાની, નથી મળતું કોઈ એવું, ત્યાં કોને કરું પ્યાર જગમાં?
અપનાવવા છે સહુને, અપનાવવા નથી દેતા કોઈને એવા મારા હૈયાના ભાવને, કેમ કરી તો હું?
પ્રભુ કરવો છે પ્યાર મારે તો તને, પણ ના જોઈ શક્યો તને ક્યાંય, હવે પ્યાર મારો
વીતી ગયું જીવન આખું એમાં મારું, તોય કહેતો રહ્યો પ્યાર હું કોને કરું?
હાજરી વગર પ્યાર ના હું કરી શક્યો, ના મળી પ્રભુ તારી હાજરી ત્યાં
કરવા નિક્ળ્યો છું પ્યાર જગમાં, સમજાતું નથી કોને કરું પ્યાર હું, જગમાં કોને કરું ?