View Hymn (Bhajan)
Hymn No. 43 | Date: 27-Aug-19921992-08-271992-08-27હશે જો પ્રભુ કૃપા તારી તોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=hashe-jo-prabhu-kripa-tari-toહશે જો પ્રભુ કૃપા તારી તો,
શ્વાસની દોરથી મારા પ્રભુ હું પામીશ તને,
જરૂર નયનના દીપક વડે કરીશ દૂર અંધકાર
હૃદયમાં, ધડકન જેમ સમાવીશ તારું નામ,
મનને તો મૂકી તારી અંદર, અટકાવીશ એની ચંચળ ચાલ,
પણ પહેલા તું સમાવજે મને તારી તિરછી ચાલને,
રહસ્યમય તારી ચાલને, તું ક્યારેક તો સરળ બનાવજે
હશે જો પ્રભુ કૃપા તારી તો