View Hymn (Bhajan)
Hymn No. 4531 | Date: 07-Jul-20162016-07-072016-07-07હવે તો કંઈક સમજો, હવે તો કંઈક સમજોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=have-to-kamika-samajo-have-to-kamika-samajoહવે તો કંઈક સમજો, હવે તો કંઈક સમજો
નજર સામે જોયું ઘણું, અનુભવે અનુભવ્યું ઘણું
જીવનની સાર્થકતાનો વિચાર જરા કરો તમે
હવે તો જરા સુધરો તમે, હવે તો જરા સુધરો તમે
પળ એકમાં બધું ખતમ થાશે, પરિવર્તન ક્ષણમાં આવશે
પસ્તાવું ત્યારે એ કામ નહીં રે આવે, આ તો સમજો જરા
જીવનના ધ્યેયને જરા ઓળખી જરા, જરા જાણો જરા
ખોટી વાતો ને સમયનો વેડફાટ, આ બંધ કરો જરા
અંતરના ઊંડે ખૂણે, તમે હવે ઊતરો તો જરા
જીવનનું મહત્ત્વ છે શું, એના પર વિચાર કરો જરા
હવે તો કંઈક સમજો, હવે તો કંઈક સમજો