View Hymn (Bhajan)
Hymn No. 68 | Date: 30-Aug-19921992-08-301992-08-30હે મારા પ્રભુ છો તમે તો છો આ જગના જનેતાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=he-mara-prabhu-chho-tame-to-chho-a-jagana-janetaહે મારા પ્રભુ છો તમે તો છો આ જગના જનેતા,
છતાં પણ નથી જાણતા તમને જગતના જીવો, જે જાણે છે તમને એનું જીવન છે આનંદ સાગર જેવું પ્રભુ,સૌએ ભજ્યાં તમને અલગઅલગ રીતે, તમે પણ એને એ સ્વરૂપે દર્શન આપ્યા,સૌને વ્હાલા બનીને રહ્યા તમારા, ભક્તોના પ્રભુ ભક્ત ભલે ન રહ્યા તમારા, પણ તમે હંમેશા એમના ને એમના રહ્યા, પ્રભુ જીવનની અંદર કર્યા, મેં તો બહુ કાર્ય, કહી દીધા આ જગને મારા કરેલા સારા કાર્યો અને અહંને તો મારા પોષી લીધો, પ્રભુ તને પણ ન કહી શક્યો મારા દુષ્કૃત્યો, તો તારો સ્વીકાર કર્યો કેમ કહી શકાય, પ્રભુ એટલું તો હું જાણું છું કે, જાણે છે મારા બધા કાર્યોને તે છતાં પણ તારી સાથે અનજાન બનીને રહું છું, જ્યાં સુધી સૂર્ય સ્વયં આકાશમાં આવતો નથી ત્યાં સુધી ધરતી પરનો અંધકાર દૂર નથી થતો, જ્યાં સુધી હું મારું હૃદય તમારી આગળ ખાલી ન કરું, તો તમને સમર્પિત થઈ એમ ન કહેવાય, ખાલી દંભ કહેવાય કામક્રોધ મદ, મોહ ચોરી, ચાડીથી ભરેલું મારું જીવન કેમ કરીને સમાવું તારામાં,
પ્રભુ દૂર કર બધા કષાયો તું મારા જીવનમાંથી
હે મારા પ્રભુ છો તમે તો છો આ જગના જનેતા