View Hymn (Bhajan)
Hymn No. 4432 | Date: 22-Nov-20142014-11-222014-11-22હે માતા, તારા આ બાળને એટલા આશિષ તું જરૂર દેજેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=he-mata-tara-a-balane-etala-ashisha-tum-jarura-dejeહે માતા, તારા આ બાળને એટલા આશિષ તું જરૂર દેજે,
ન બને બાધા કદી એ કોઈની પ્રગતિમાં રે માતા, આ ...
વૃત્તિઓ જે તારાથી વિપરીત લઈ જાય, એ બધાનો તું નાશ કરજે
સુષુપ્તમાં પણ જો પડ્યું હોય કાંઈ, કચરો એને જલાવી રાખ કરજે
માડી પ્રાર્થના મારી આ તું સ્વીકાર કરજે, વિનંતી આ હૈયે ધરજે
વિકારો ને વાસનાનો તું અંત કર, મારી પ્રાર્થના તું સ્વીકાર કરજે
મારા ચિત્ત ને બુદ્ધિને માડી, તારામાં સ્થિર તું કરજે
હૃદયમાં આવીને માતા, તું વાસ રે કરજે, વિનંતી આ હૈયે ધરજે
વિપરીત વિચારો ને વિપરીત વિકારોને, તું સમાપ્ત રે કરજે
તારા બાળને માતા, તારા જેવો રે તું કરજે, હે માતા તારા ...
હે માતા, તારા આ બાળને એટલા આશિષ તું જરૂર દેજે