View Hymn (Bhajan)
Hymn No. 4433 | Date: 22-Nov-20142014-11-222014-11-22થાય છે શું, થઈ રહ્યું છે શું, એ સમજાતું નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=thaya-chhe-shum-thai-rahyum-chhe-shum-e-samajatum-nathiથાય છે શું, થઈ રહ્યું છે શું, એ સમજાતું નથી
પ્રભુ તારી કૃપા વગર કાંઈ થાતું નથી, તારી કૃપા વગર કાંઈ થાતું નથી
થાય જ્યાં તારી કૃપા, ત્યાં પમાય બધું, એના વિના કાંઈ થાતું નથી
જાણ્યું અને સમજ્યું એ તો, એના વિના બીજું કાંઈ આવડતું નથી
જે ઘટિત થઈ રહ્યું છે આ ઘટમાં, એ તારી કૃપા વિના બીજું કાંઈ નથી
ચંચળતા ચિત્તની, તારી કૃપા વિના શાંત થાતી નથી
અહંકાર ને વાસનાનો અંત, તારી કૃપા વિના થાતો નથી
આનંદમાં મનડું રે નાચે ને દિલડું રે ઝૂમે, કૃપા તારા વિના બીજું કાંઈ નથી
થાય ના તારી કૃપા ત્યાં સુધી, ભટકવાનો અંત આવતો નથી
હોય મંઝિલ દૂર કે પાસે, તારી કૃપા વિના એને પમાતી નથી
થાય છે શું, થઈ રહ્યું છે શું, એ સમજાતું નથી