View Hymn (Bhajan)
Hymn No. 250 | Date: 25-Jul-19931993-07-251993-07-25હે પરમ કૃપાળુ પરમેશ્વર, મારી ભૂલને માફ તું કરજે રેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=he-parama-kripalu-parameshvara-mari-bhulane-mapha-tum-karaje-reહે પરમ કૃપાળુ પરમેશ્વર, મારી ભૂલને માફ તું કરજે રે
ભૂલ કરું ના એ હું ફરી ફરી,
ભૂલીને ના કરું ભૂલ, ભૂલીને એ ફરી ફરી,
મને સમજણ સાચી તું આપજે, ભૂલ કરું ના …..
પ્રભુ અવગુણથી હું ભરેલી છું, તારા પ્રેમની પ્યાસી છું,
અરે મેલીઘેલી જેવી છું, પણ હું તો તારી ને તારી છું,
જાણું કે ના જાણું પ્રભુ, પણ હું તો તારી ને તારી છું,
ભૂલી ભટકી છું હું પ્રભુ, હું તારાથી અજાણ છું,
અરે રહી ના શકું હું તારા વગર પ્રભુ,
ભલે દુષ્ટ છું કે પાપી છું,
શિક્ષા કરવી હોય તો કરજે, પણ અબોલડા તું લઈશ ના
પ્રેમ ભરી તારી વાણી, સાંભળ્યા વિના ના રહી શકું હું તો રે
અબોલડા જો લઈશ પ્રભુ, મને રાહ કોણ બતાડશે …..
રડતી આંખ પ્રભુ મારી રે, રડતી ને રડતી રહી જાશે રે
જો ના ફરશે તારો વહાલભર્યો હાથ મારા માથે રે, …..
હું અણ ઉકેલ્યો સવાલ તારો, પ્રભુ તું તો મારો જવાબ છે
હે પરમ કૃપાળુ પરમેશ્વર, મારી ભૂલને માફ તું કરજે રે