View Hymn (Bhajan)
Hymn No. 251 | Date: 25-Jul-19931993-07-251993-07-25તાર વિનાના તંબુરો, કેમ કરીને વાગે?Sant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=tara-vinana-tamburo-kema-karine-vageતાર વિનાના તંબુરો, કેમ કરીને વાગે?
વિશ્વાસ વિના પ્રભુ, તું કેમ કરી રહે સાથે?
પ્રેમ વગરની પ્રીત, કેમ કરી કોઈ બાંધે?
રાજા વિના રાજ્ય, કેમ કરી ચાલે?
સૈનિક વિના રણક્ષેત્ર તો સૂનું લાગે
શ્વાસ વિના સંસારમાં, ના કોઈ રાખે
જેમ નયન વિના જગ પણ અંધિયારું લાગે
ચાલ્યા વીણ મંજિલ, ના આવે પાસે
પાણી વીણ, સૌ કોઈ રહે જગમાં પ્યાસા
તારા વિણ પ્રભુ, મન મારું ના ક્યાંય લાગે
કહી દે મને કેમ કરી રહું હું તારી પાસે?
તાર વિનાના તંબુરો, કેમ કરીને વાગે?