View Hymn (Bhajan)
Hymn No. 4 | Date: 18-Aug-19921992-08-181992-08-18હે પ્રભુ હું તારી પાસેથી કાંઈક યાચના કરું છુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=he-prabhu-hum-tari-pasethi-kamika-yachana-karum-chhumહે પ્રભુ હું તારી પાસેથી કાંઈક યાચના કરું છું
તું મારી યાચના સફળ કરીશ, મારી યાચના બસ આટલી જ છે કે
હું ઓળખી શકું મને, મારા અંતરઆત્માને સાંભળી શકું પોકાર
દૂર કરી શકું મારામાં રહેલી કટુતા ને દુષ્ટતાને
આજ સુધી મેં જોયા છે બસ બીજાના અવગુણોને
લક્ષ માત્ર પણ નથી જોયું, પોતાના પ્રતિક્ષણે ઘટતા જીવનને
એક જ દીવડો જ્ઞાનનો, અખંડ જ્યોત જલાવી દે, હે પ્રભુ ….
હે પ્રભુ હું તારી પાસેથી કાંઈક યાચના કરું છું