View Hymn (Bhajan)
Hymn No. 5 | Date: 19-Aug-19921992-08-191992-08-19સત્યને જાણવાની બહુ કોશિશ કરીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=satyane-janavani-bahu-koshisha-kariસત્યને જાણવાની બહુ કોશિશ કરી
એ કોણ છે? શું છે ? તરંગો તો ઘણા જગાવ્યા મારામાં
પણ, ખાલી નામ જ મને ખબર હતું
નથી જાણતો સત્યનો રંગ કે આકાર
જોયું ન હતું તેનું વિરાટ સ્વરૂપ
આખરે એક દિવસ, મળ્યું મને સત્ય
સામેથી ભેટવા આવ્યો, અસ્વીકાર કર્યો ત્યારે, પુરાવો માંગ્યો
જાણ્યું આખરે, કે એ સત્ય તો હું પોતે છું
કેમ નકારું છું મારી જાતને ? કેમ હું નથી રહેતો મારામાં?
સમજ તો નથી મને પોતાને, તો બીજાને સમજું એ શું શક્ય છે?
સત્યને જાણવાની બહુ કોશિશ કરી