View Hymn (Bhajan)
Hymn No. 3 | Date: 18-Aug-19921992-08-181992-08-18ઊભી છું હું મઝધારમાં વગર આધારેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=ubhi-chhum-hum-majadharamam-vagara-adhareઊભી છું હું મઝધારમાં વગર આધારે
ખબર છે કે સાહસ કરવાથી કિનારો મળશે
હિંમત પણ છે, પ્રયત્ન ને શક્તિ પણ છે
એક હલકી ગભરાટ છે, જે રોકે છે મને મંજિલને ભેટવાથી
છોડવું છે મઝધાર, કિનારો તો છે થોડે દૂર
દર્દ છે દિલમાં, સહેવું પણ નથી અને, દવા કરવી પણ નથી
આ સ્થિતિમાં મંજિલને ભેટી શકું, એટલી શક્તિ પ્રભુ બસ મને આપ
ઊભી છું હું મઝધારમાં વગર આધારે