View Hymn (Bhajan)
Hymn No. 4673 | Date: 20-Feb-20182018-02-202018-02-20હે શિવ દયા કરો, હે શિવ કૃપા કરોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=he-shiva-daya-karo-he-shiva-kripa-karoહે શિવ દયા કરો, હે શિવ કૃપા કરો
પ્રભુ તમારામાં સંપૂર્ણપણે એક કરો
સમજી શકે જે તમને, એવી સમજને અર્પણ કરો
હે પરમેશ્વર કૃપા કરો, હે શિવ દયા કરો
જોઈતું નથી જીવનમાં, કાંઈ બીજું રે મારે
હૈયું મારું તમારા પ્રેમથી ભરો, સંપૂર્ણપણે એક કરો
જીવનના આ પ્રવાહમાં, સતત રમું તમારામાં
એવા તમારા શુભ આશિષથી, પ્રભુ મારું જીવન ભરો
હે શિવ દયા કરો, હે શિવ કૃપા કરો