View Hymn (Bhajan)
Hymn No. 4672 | Date: 20-Feb-20182018-02-202018-02-20કોણે ચાલુ કરી આ પ્રથા, ક્યાંથી શરૂ થઈ ?Sant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=kone-chalu-kari-a-pratha-kyanthi-sharu-thaiકોણે ચાલુ કરી આ પ્રથા, ક્યાંથી શરૂ થઈ ?
પ્રભુ તારી પાસે માગણીઓની લંગાર ક્યાંથી ઉત્પન થઈ
ચાલી આવી છે આ તો પ્રથા યુગો યુગોથી, ના એને અટકાવી શકાઈ
રીત આ કોણે શરૂ કરી, રીત આ ક્યાંથી શરૂ થઈ ?
ભૂલીને તને પ્રેમ કરવાનું, ભૂલીને તને અપનાવવાનું
બસ ઇચ્છાઓ પૂર્તિની સાધનાની, શરૂઆત ક્યાંથી થઈ
બિંબ-પ્રતિબિંબની રચના તો, આ જગતમાં ઘણી થઈ
વધ્યાં તારાં મંદિર ને વધી લોકોની ગીરદી
ના ઘટી કદી માગણીઓ, આ પ્રથાની શરૂઆત ક્યાંથી થઈ
કોણે ચાલુ કરી આ પ્રથા, ક્યાંથી શરૂ થઈ ?