View Hymn (Bhajan)
Hymn No. 4674 | Date: 20-Feb-20182018-02-202018-02-20મુક્તિપથના પ્રવાસી, તું બંધનમાં બંધાઈ ગયોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=muktipathana-pravasi-tum-bandhanamam-bandhai-gayoમુક્તિપથના પ્રવાસી, તું બંધનમાં બંધાઈ ગયો
અજાગૃતિમાં ને અજાગૃતિમાં, જાગી અનેક ઇચ્છાઓ
એ ઇચ્છા પાછળ ખેંચાઈ, જીવનધ્યેય ભુલાઈ ગયયું
જાણ્યો શાશ્વત ને નાશવંત વચ્ચેનો ભેદ
તોય શાશ્વતને ના સાધી શક્યો, નાશવંતમાં રમતો ગયો
દર્દથી રહ્યો ડરતો તોય, દર્દ પાછળ ભાગતો રહ્યો
કદમ કદમ પર મુકામે, મંઝિલ બદલતો રહ્યો
ના પામ્યો નિજ સ્થળ ત્યાં, રખડતો ને રઝળતો રહી ગયો
માયાના મોહમાં નાચ્યા નાચ એવા, ભાન નિજ એમાં ભૂલી ગયો
જીવન સાર્થક કરવા આવ્યો હતો, એ તો ચૂકી ગયો
મુક્તિપથના પ્રવાસી, તું બંધનમાં બંધાઈ ગયો