View Hymn (Bhajan)
Hymn No. 4853 | Date: 29-Oct-20192019-10-292019-10-29હૃદય ભીનું ભીનું રહે તારી યાદથી, આંખો છલકાતી રહેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=hridaya-bhinum-bhinum-rahe-tari-yadathi-ankho-chhalakati-raheહૃદય ભીનું ભીનું રહે તારી યાદથી, આંખો છલકાતી રહે
તનમનના તાણા વીણામાં, 'મા' તું ને તું રહે
શ્વાસે શ્વાસમાં તારા નામની સુગંધ રહે
હર દૃશ્યમાં જ્યાં તું હસતી-મુસ્કુરાતી રહે
જેના આવા હાલ રહે, એ તારાથી દૂર ના રહે
આવી હાલતમાં જગતને, પોતાનું ભાન ના રહે
કોઈ સમજે-નાસમજે, ના કોઈ ફેર રહે
બસ જ્યાં દિવ્યતાનું, સુમધુર ગાન રહે
જ્યાં તારું અસ્તિત્વ ને તારું જ તો ભાન રહે
હૃદય ભીનું ભીનું રહે તારી યાદથી, આંખો છલકાતી રહે