View Hymn (Bhajan)
Hymn No. 4852 | Date: 29-Oct-20192019-10-292019-10-29કદી આકારમાં પ્રગટી, સદા નિરાકાર રહી, લીલા તારી તું કરતી રહીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=kadi-akaramam-pragati-sada-nirakara-rahi-lila-tari-tum-karati-rahiકદી આકારમાં પ્રગટી, સદા નિરાકાર રહી, લીલા તારી તું કરતી રહી
પ્રેમમાં વસનારી હે પ્રગટ પ્રેમેશ્વરી, પ્રેમપાન કરાવતી રહી
અશક્યને શક્ય બનાવી, જીવનમાં વિશ્વાસ વધારતી રહી
રાતદિનની લીલામાં સહુને તો, તું સમાવતી રહી
કદી દર્દમાંથી તો કદી આરામમાંથી, ઝાંખી તારી આપતી રહી
રચી નવી નવી લીલામાં હૃદય પર, વિજય પ્રાપ્ત કરતી રહી
શ્વાસોશ્વાસમાં સિંચન પ્રેમનું, તું તો સદૈવ કરતી રહી
માયામાં વસનારી, તું તો સદૈવ માયાથી દૂર ને દૂર રહી
અંતરના અનુભવ, અંતરને કરાવતી રહી
પ્રેમપાન કરાવીને તારા અશરણને, શરણ તું તો આપતી રહી
અણુએ અણુમાં વસનારી, દિલમાં તું પ્રગટ થાતી રહી
કદી આકારમાં પ્રગટી, સદા નિરાકાર રહી, લીલા તારી તું કરતી રહી