View Hymn (Bhajan)
Hymn No. 280 | Date: 04-Aug-19931993-08-041993-08-04હું ભૂલી ગઈ, હું ભૂલી ગઈ, પ્રભુ હું તો ભૂલી ગઈSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=hum-bhuli-gai-hum-bhuli-gai-prabhu-hum-to-bhuli-gaiહું ભૂલી ગઈ, હું ભૂલી ગઈ, પ્રભુ હું તો ભૂલી ગઈ
મારા અહંમાં રે પ્રભુ, તારી શક્તિને હું ભૂલી ગઈ, હું ભૂલી ગઈ …..
મારા સ્વાર્થમાં રે પ્રભુ, પરમાર્થને હું ભૂલી ગઈ, હું ભૂલી ગઈ ….
મારી ઇચ્છાઓમાં રે પ્રભુ, સંગ તારો તો હું ભૂલી ગઈ, હું ભૂલી ગઈ …
અશાંતિમાં રે પ્રભુ, શાંતિને તો ભૂલી ગઈ હું, હું ભૂલી ગઈ …..
સુખમાં રે પ્રભુ નામ તારું, લેવાનું હું ભૂલી ગઈ, હું ભૂલી ગઈ …..
મારા દુઃખદર્દમાં પ્રભુ, તને યાદ કરવાનું, હું તો ભૂલી ગઈ, હું ભૂલી ગઈ ….
કરી પ્રીત મેં તો પ્રભુ, પણ પ્રેમ કરવાનું ભૂલી ગઈ, હું ભૂલી ગઈ …..
ક્રુરતામાં રે પ્રભુ, કરૂણાને હું ભૂલી ગઈ, હું ભૂલી ગઈ ….
ચાલી રસ્તા પર તો હું, પણ મંજિલને હું ભૂલી ગઈ, હું ભૂલી ગઈ …..
હું ભૂલી ગઈ, હું ભૂલી ગઈ, પ્રભુ હું તો ભૂલી ગઈ