View Hymn (Bhajan)
Hymn No. 281 | Date: 04-Aug-19931993-08-041993-08-04મન મારું તો ભાગે, પ્રભુ તારાથી તો દૂર ને દૂરSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=mana-marum-to-bhage-prabhu-tarathi-to-dura-ne-duraમન મારું તો ભાગે, પ્રભુ તારાથી તો દૂર ને દૂર
અરે પણ દિલ તો ચાહે, હરપળ તારો સંગ ને સાથ
નયન છે મારા ખુલ્લા, પણ નિરખી તને ના શકું
રહે તોય તું પણ પ્રભુ, હૈયામાં મારી સાથ રે
છે આ તો કેવા સંજોગો પ્રભુ, છે આ તો તારી કેવી મજાક
ના હું તો સમજી શકું પ્રભુ, ના હું તો જાણી શકું
ઉઠાવું કદમ મળવા તને, આગળ ના હું વધી શકું
અરે પાછળ પણ ના હટી શકું, ના હું તો સમજી …..
બેચેન હૈયું મારું, દર્શન વિણ તારા, ચેન એ પામી ના શકે
દર્શન કરવા છતાં, દર્શન કરી ના શકું છે, ના હું તો સમજી …..
છોડવા ચાહું માયા, મમતા ને તો હું પ્રભુ
છોડી ના શકું, મૂંઝવણમાં હું તો મુંકાઊં રે, ના હું તો સમજી ….
મન મારું તો ભાગે, પ્રભુ તારાથી તો દૂર ને દૂર