View Hymn (Bhajan)
Hymn No. 279 | Date: 04-Aug-19931993-08-041993-08-04તાર ને મારા તૂટવા ના દેતો, મારા વાલાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=tara-ne-mara-tutava-na-deto-mara-valaતાર ને મારા તૂટવા ના દેતો, મારા વાલા,
કરું હું તો તને કાલાવાલા
શ્વાસે વણેલા વિશ્વાસના એ તારને તૂટવા ના દેતા,
મારા વાલા કરું હું તો તને કાલાવાલા,
પ્રેમના તારને તૂટવા ના દેતો, પ્રભુ છૂટવા ના દેતો
જોજે પડી ના જાય ગાંઠ એમાં, મારા વાલા ….
ધીરજના તાર પ્રભુ તૂટી જાય, એના ઘર જોજે તૂટી ન જાય મારા વાલા ….
શાંતિના સાથ મારા છૂટી જાય પ્રભુ તૂટી જાય, મારા વાલા …..
ધ્રૂજી ગયા છે પ્રભુ તાર મારા, એને તૂટતા તું તો બચાવજે,
એને છૂટતા તું તો બચાવજે, મારા વાલા …..
છે પ્રભુ તારે હાથ, મારી રાખજે તું તો લાજ
મને ડૂબતા તું તો બચાવજે, મારી નૈયા કિનારે તું લાવજે, મારા વાલા …..
આવી છે આજ તો ડૂબવાની પાળી, ઓ તારણહાર તું મને ઉગારી લેજે
વિશ્વાસને તૂટવા ન દેજે, મારી ધીરજને તું ખૂટવા ન દેજે
છે વિનંતી મારી સ્વીકારી લેજે, પ્રેમના તારને તૂટવા ના દેજે
મારા વાલા કરું હું તને કાલાવાલા
તાર ને મારા તૂટવા ના દેતો, મારા વાલા