View Hymn (Bhajan)
Hymn No. 4887 | Date: 09-Sep-20202020-09-092020-09-09'મા' તું કાંઈ યાદ આવતી નથી, તું કાંઈ યાદ આવતી નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=ma-tum-kami-yada-avati-nathi-tum-kami-yada-avati-nathi'મા' તું કાંઈ યાદ આવતી નથી, તું કાંઈ યાદ આવતી નથી
દુઃખદર્દ સતાવે જીવનમાં ભારે, તો યાદ કરીએ તને
મહોબતની દોર એવી તારા સંગ બંધાઈ નથી, તું યાદ આવતી નથી
કરીએ પ્રાર્થના, કરીએ યાચના, દુઃખથી બચવા અમે રે તારી
તારા રંગમાં રંગાવાની, હજી કોઈ અમારી તૈયારી નથી
હૃદયને જોયું ખાલી રિક્ત, હજી કોઈ અમારી તૈયારી નથી
'મા' હજી તારી ભક્તિની, ચૂનર મેં તો પહેરી નથી
'મા' તું કાંઈ યાદ આવતી નથી, તું કાંઈ યાદ આવતી નથી