View Hymn (Bhajan)
Hymn No. 4763 | Date: 05-Nov-20182018-11-052018-11-05ઈશ્વર કોઈ ચર્ચાનો વિષય નથી, લોકો એ સમજવાના નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=ishvara-koi-charchano-vishaya-nathi-loko-e-samajavana-nathiઈશ્વર કોઈ ચર્ચાનો વિષય નથી, લોકો એ સમજવાના નથી
કલ્પનામાં રહેતા મનુષ્યને, હકીકતની તો કોઈ જાણ નથી
પ્રભુને કોઈએ જોયો નથી, તોય ફોટા એના વેચાયા વિના રહેવાના નથી
જનસમુદાય ઊમટે છે મંદિર-મસ્જિદ, દેખાદેખીનો ખેલ બંધ થવાનો નથી
મનનું મનોરંજન શોધતો મનુષ્ય, નાચવા-ગાવામાં ખોવાયા વિના રહેતો નથી
તનમન ઝૂમે છે એનાં, માયાના ચકરાવે બેસવાનું ચૂકતો નથી
ઈશ્વર એક અનુભૂતિ છે, વાત આ જાણ્યા વગર કાંઈ સમજાતું નથી
અનુભવે અનુભવે ખૂલે અંતરનાં દ્વાર, એના વગર એને પમાતું નથી
સ્વાદિષ્ટ વ્યંજનનાં વખાણ કરવાથી, એના સ્વાદનો અનુભવ થાતો નથી
અનુભવે જે સિદ્ધ છે એને, કદાપિ શબ્દો વર્ણવી શકતા નથી
ઈશ્વર કોઈ ચર્ચાનો વિષય નથી, લોકો એ સમજવાના નથી