View Hymn (Bhajan)
Hymn No. 4688 | Date: 21-Mar-20182018-03-212018-03-21યુગો યુગોથી અવિરત કાર્ય એમનું ચાલું છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=yugo-yugothi-avirata-karya-emanum-chalum-chheયુગો યુગોથી અવિરત કાર્ય એમનું ચાલું છે
યોગી કાંઈ સૂતા નથી, જાગ્રત એ તો સહુને જગાડે છે
હર જીવને એની મંઝિલ તરફ જવાનો ઇશારો છે
પળએક પણ એમને આરામ નથી, તોય એ થાકતા નથી
હરહાલમાં હરપળમાં હરએકને સનાતન સંદેશો આપે છે
અંશ છે તું ઈશ્વરનો ને તને એમાં સમાવાનું છે
મંઝિલની મંઝિલ સુધી એ પહોંચાડે છે
આંગળી પકડીને એ તો સહુને લઈ જાય છે
યુગો યુગોથી અવિરત કાર્ય એમનું ચાલું છે