View Hymn (Bhajan)
Hymn No. 4851 | Date: 29-Oct-20192019-10-292019-10-29જગતને સંભાળે છે, જગતને પોતાનામાં સમાવે છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=jagatane-sambhale-chhe-jagatane-potanamam-samave-chheજગતને સંભાળે છે, જગતને પોતાનામાં સમાવે છે
જગતને તું જ તો સાચવે છે, 'મા' તું જ કરે છે
વાત જેની સમજમાં આવી જાય છે, વાત જેને સમજાય છે
જેની અનુભૂતિમાં તું આવી જાય છે, તેની પૂર્ણાહુતિ થઈ જાય છે
તારામાં ને તારામાં જે ખોવાઈ જાય છે, એ તને મળી જાય છે
તારામાં રત જે થઈ જાય છે, એ તારામાં સમાઈ જાય છે
ભાવો ને વિચારોમાં રમત તારી, જ્યાં શરૂ થઈ જાય છે
હસ્તી ખુદની મટી જાય છે, મસ્તી તારી શરૂ થઈ જાય છે
તારા રંગમાં જે રંગાય છે, જગતનું અસ્તિત્વ ત્યાં મટી જાય છે
જગતને સંભાળે છે, જગતને પોતાનામાં સમાવે છે