View Hymn (Bhajan)
Hymn No. 4850 | Date: 21-Sep-20192019-09-212019-09-21વિશ્વના વિશ્વાસમાં રમનારા તમે, મનને તમારામાં લીન કરનારા તમેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=vishvana-vishvasamam-ramanara-tame-manane-tamaramam-lina-karanara-tameવિશ્વના વિશ્વાસમાં રમનારા તમે, મનને તમારામાં લીન કરનારા તમે
ઓ ભોલે શંકરા, હર હર મહાદેવ, હર હર મહાદેવ
અણુએ અણુમાં સમાનારા તમે, પ્રેમે પ્રગટ થનારા તમે
ઓ ભોલે શંકરા, હર હર મહાદેવ, હર હર મહાદેવ
જીવન પ્રદાન કરનારા તમે, સૃષ્ટિમાં લીલા રચનારા તમે
ઓ ભોલે શંકરા, હર હર મહાદેવ, હર હર મહાદેવ
દિવ્યતાની અનુપમ જ્યોતિ રૂપે પ્રકાશ આપનારા તમે, અંધકાર હરનારા તમે
ઓ ભોલે શંકરા, હર હર મહાદેવ, હર હર મહાદેવ
વિશ્વાસને જગાડનારા તમે, સારી અશુદ્ધિ ને વિકૃતિને હરનારા તમે
ઓ ભોલે શંકરા હર હર મહાદેવ, હર હર મહાદેવ
મન બુદ્ધિથી પરે વસનારા તમે, પ્રત્યક્ષ છતાં પરોક્ષ રહેનારા તમે
વિશ્વના વિશ્વાસમાં રમનારા તમે, મનને તમારામાં લીન કરનારા તમે