View Hymn (Bhajan)
Hymn No. 1740 | Date: 15-Sep-19961996-09-151996-09-15જગવીતી જોતો ને જોતો રહ્યો તું, તોય તું ના સુધર્યોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=jagaviti-joto-ne-joto-rahyo-tum-toya-tum-na-sudharyoજગવીતી જોતો ને જોતો રહ્યો તું, તોય તું ના સુધર્યો
આવી છે હવે તારી રે વારી, હવે તું જા જરા સુધરી રે
આપવીતીને ના ભૂલી જાજે, તું જગવીતીની જેમ રે
આપ્યો છે મોકો પ્રભુએ તને સુધરવાનો, હવે તું સુધરી જા રે
માની લે કહેવું મનવા તું, તારી ચાલાકીને તું ભૂલી જા રે
રડવાને હસવામાં રહીને, ગ્રહણ કરવાનું તું ના ભૂલી જાજે રે
ઇશારાની ભાષા ઇશારામાં સમજતો તું શીખી જાજે રે
ના થાવું હોય દુઃખી વધારે, તો કાર્ય એવાં ના કરજે રે
પ્રભુભક્તિ છોડીને માયામાં, ફરવા ને રખડવાના જાજે રે
ડૂબવું છે કે તરવું છે તારે જીવનમાં એ નક્કી તું કરી લેજે રે
ના ઠહેરાવજે કોઈને ગુનેગાર, અંજામને ના ભૂલી જાજે રે
રાખીને ધ્યાનમાં બધું, નિર્ણય તું તારી રીતે લેજે રે
જગવીતી જોતો ને જોતો રહ્યો તું, તોય તું ના સુધર્યો