View Hymn (Bhajan)
Hymn No. 4137 | Date: 03-Jun-20012001-06-032001-06-03જાગી રે તડપ અમારા રે મનમાંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=jagi-re-tadapa-amara-re-manamamજાગી રે તડપ અમારા રે મનમાં,
રાધા સંગ કાના આવી રે જા તું વનરા તે વનમાં, જાગી રે તડપ .....
રમવાને આવ રાસ સંગ અમારી, તું રાધા સંગ વનરા તે વનમાં .....
આવે જ્યારે તું સંગ રાધાની, બોલાવજે અમને તું પણ વનરા તે વનમાં
જાગી છે રે તડપ રમવાને રાસ, સંગ તારી, અમારા તન ને મનમાં જાગી રે તડપ .....
નિત્ય અમે સેવીએ સંગ તારા રમવાના રે સમણા, જાગી રે તડપ .....
બેબસ બનેલાઓને આવીને ઓ નટખટ કરીજા તું તારા રે વશમાં
સંગ ને રંગ તારો ચાહીએ રે એવો રહીએ સદા તારા રે તાનમાં, આવીજા રે .....
કરીએ અરજ તને, રહે સદા તું અમારા ધ્યાનમાં જાગી રે તડપ .....
હૈયાના રે આંગણીયે આવી, રાધેશ્યામને પ્રેમથી અમે આવકારીયે
ભૂલીએ રે ભાન, રમીયે સંગ તારી એવો રે રાસ, મટે જન્મોની રે પ્યાસ કે .....
જાગી રે તડપ અમારા રે મનમાં