View Hymn (Bhajan)
Hymn No. 2820 | Date: 07-Oct-19981998-10-071998-10-07નવા નવા ભાવોનો થાળ લઈ પ્રભુ તારા ભક્તો પાસે તારી આવે છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=nava-nava-bhavono-thala-lai-prabhu-tara-bhakto-pase-tari-ave-chheનવા નવા ભાવોનો થાળ લઈ પ્રભુ તારા ભક્તો પાસે તારી આવે છે
રીઝશે તું ક્યારેક ને કેવી રીતે, એ તો ના એ જાણે છે
પણ તને રીઝાવવા, તને હસાવવા, તને બોલાવવા, એ તારી પાસે આવે છે
તારા દીદાર ના દિવાના પ્રભુ તારા ભક્તો, પાસે તારી આવે છે
લઈને પ્રેમભાવના થાળ પ્રભુ, તારી પાસે એ તો આવે છે
ક્યારેક તને મનાવે, તો ક્યારેક થોડી નારાજગી પણ દેખાડે છે
તું માનશે કઈ રીતે ને કેમ, બસ એ જ એ તો ચાહે છે
પ્રભુ તારી પસંદગી જાણવા આતુર, એ પાસે તારી તો આવે છે
પ્રભુ નથી ચાહતા કાંઈ બીજું એ તો, તારો પ્યાર ચાહે છે
પ્રભુ તને પણ મજા બહુ આવે છે, ચાહે તું ના બોલે પણ ખબર એની અમને પડે છે
નવા નવા ભાવોનો થાળ લઈ પ્રભુ તારા ભક્તો પાસે તારી આવે છે