જાણે છે સહુ કોઈ દુઃખનો અહેસાસ, તોય અન્યને દુઃખ દેતાં ના ખચકાય છે,
પ્રભુ તારા જગતનો, આ તે કેવો વ્યવહાર છે (2)
ખુદની સુખની શોધમાં આ માનવી, અન્યને દુઃખ દેતાં ના અચકાય છે, પ્રભુ …
સ્વાર્થ હોય તો સહે બધું, સ્વાર્થ વગર વાત બી ના થાય છે, પ્રભુ આ …
ઈર્ષા ને અભિમાનના દાવાનળ સળગાવી, હૈયે સહુને દઝાડતા જાય છે, પ્રભુ …
જાણે ને સમજે બધું આ જગમાં, તોય, વર્તન એમનાં ના બદલાય છે, પ્રભુ …
પોતાના જખમની પીડા ના સહેવાય તોય, અન્યને ઘાયલ કરતાં ના ખચકાય છે, પ્રભુ …
પોતાનું ધાર્યું કરવા માટે અન્યનો ભોગ આપવા તૈયાર થઈ જાય છે, પ્રભુ …
જે નાથે ખુદથી એની આશા, અન્ય પાસે રાખી અન્યને પજવતા જાય છે, પ્રભુ …
ભૂલીને એકબીજાને સહાનુભૂતિ આપવી, એકબીજાના પગ ખેંચતા જાય છે
પ્રભુ તારો અંશ આ માનવી, કેવીકેવી ગલીઓમાં ભટકતો જાય છે, પ્રભુ …
- સંત શ્રી અલ્પા મા
jāṇē chē sahu kōī duḥkhanō ahēsāsa, tōya anyanē duḥkha dētāṁ nā khacakāya chē,
prabhu tārā jagatanō, ā tē kēvō vyavahāra chē (2)
khudanī sukhanī śōdhamāṁ ā mānavī, anyanē duḥkha dētāṁ nā acakāya chē, prabhu …
svārtha hōya tō sahē badhuṁ, svārtha vagara vāta bī nā thāya chē, prabhu ā …
īrṣā nē abhimānanā dāvānala salagāvī, haiyē sahunē dajhāḍatā jāya chē, prabhu …
jāṇē nē samajē badhuṁ ā jagamāṁ, tōya, vartana ēmanāṁ nā badalāya chē, prabhu …
pōtānā jakhamanī pīḍā nā sahēvāya tōya, anyanē ghāyala karatāṁ nā khacakāya chē, prabhu …
pōtānuṁ dhāryuṁ karavā māṭē anyanō bhōga āpavā taiyāra thaī jāya chē, prabhu …
jē nāthē khudathī ēnī āśā, anya pāsē rākhī anyanē pajavatā jāya chē, prabhu …
bhūlīnē ēkabījānē sahānubhūti āpavī, ēkabījānā paga khēṁcatā jāya chē
prabhu tārō aṁśa ā mānavī, kēvīkēvī galīōmāṁ bhaṭakatō jāya chē, prabhu …
Explanation in English
|
|
Everyone knows how grief feels yet they do not hesitate in giving grief to others.
Oh God, what kind of a behaviour is this in this world of yours!
To find happiness for himself, this human does not hesitate to give unhappiness to others. Oh God, what …
For his selfish needs, he will bear everything; selflessly he will not even talk to others. Oh God, what …
By igniting the wildfires of jealousy and pride, he burns everyone’s hearts. Oh God, what…
He knows and understands everything in this world, yet his behaviour does not change. Oh God, what ….
He cannot bear the pain of this wounds, yet he does not hesitate in giving trauma to others. Oh God, what…
He wants to do what he he wants to do and for that he is ready to put at stake others. Oh God, what…
He digs his own grave of his hopes and yet keeps hopes from others and harasses them. Oh God, what….
Instead of giving sympathy to each other, they keep on pulling each other down. Oh God, what…
Oh God, this human who is an Ansh (part) of you, roams in what kind of streets. Oh God, what…
|