View Hymn (Bhajan)
Hymn No. 1949 | Date: 14-Jan-19971997-01-141997-01-14જેમણે અમને વખાણ્યા, એમણે જ અમને તો પછાડ્યાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=jemane-amane-vakhanya-emane-ja-amane-to-pachhadyaજેમણે અમને વખાણ્યા, એમણે જ અમને તો પછાડ્યા
હતા અજાણ, એ દુનિયાના રંગને આજે અમે જાણ્યા
ગમ નથી અમને ચોટનો, ગમ છે તો બસ એક કે અચાનક એ કેમ બદલાયા
ના સમજાયું તો બસ એટલું કે, હતા એ મતલબના માર્યા કે હતા એ અમારા દીવાના
હાથ પકડ્યો હતો એમણે અમારો તરવા કાજે, ને એમણે જ અમને ડુબાડ્યા
આપવા તૈયાર હતા જે પોતાનું બધું, એમણે જ આજ અમને લૂંટ્યા
હતી ઉમ્મીદ જેમની પાસે ઘણીઘણી રે અમને, એમણે જ આજ અમને ઠુકરાવ્યા
પ્યારભરી એ પોકાર હતી દિલની વાણી, કે કહેવા ખાતર કહેતા હતા એમાં અમે મૂંઝાયા
અમારા દર્દથી જે રડતા હતા, એમણે જ દર્દના દરિયામાં અમને ધકેલ્યા
ખુદાઈની રીતમાં સામિલ થવા ગયા, પણ રહ્યા એની રસમથી શું અજાણ્યા
જેમણે અમને વખાણ્યા, એમણે જ અમને તો પછાડ્યા