View Hymn (Bhajan)
Hymn No. 1958 | Date: 19-Jan-19971997-01-191997-01-19ચાલે છે જે જગનો વ્યવહાર, એ તો ચાલતો રહેવાનો છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=chale-chhe-je-jagano-vyavahara-e-to-chalato-rahevano-chheચાલે છે જે જગનો વ્યવહાર, એ તો ચાલતો રહેવાનો છે
કોનું માન્યું છે મેં કે કોઈ મારું માનવાનું છે
તોય જગાવીજગાવી ખોટી ભાવનાઓ, હૈયે દુઃખી થવાનું છે
નહીં મીટે મારો અહંકાર ને અજ્ઞાન, ત્યાં સુધી આવું થવાનું છે
છે જાણ પૂરી દિલને તોય જુઓ, આ ખોટું પસ્તાવાનું છે
બસ પસ્તાવા ને ભૂલો કરવામાં, સમય વીતી જવાનો છે
નહીં મળે સાચી સમજણ, ત્યાં સુધી ના કાંઈ ફરક આવવાનો છે
નહીં બંધ થાય ગુનાહ જ્યાં સુધી, ત્યાં સુધી ફરિયાદો રહેવાની છે
એક પછી એક આવશે જગમાં, જગ તો આમ ચાલતું રહેવાનું છે
ના ગમે જો તને જગનો વ્યવહાર, તો બંધનો બધાં તોડવાનાં છે
તોડીને સઘળાં વ્યવહાર, પ્રભુના સંગમાં રંગાવાનું છે
ચાલે છે જે જગનો વ્યવહાર, એ તો ચાલતો રહેવાનો છે