View Hymn (Bhajan)
Hymn No. 32 | Date: 25-Aug-19921992-08-251992-08-25જાણે એ જાણે રે, બીજા શું જાણવાનાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=jane-e-jane-re-bija-shum-janavanaજાણે એ જાણે રે, બીજા શું જાણવાના
સત્યની કઠોરતામાં સમાયેલી કોમળતાને
જાણે એજ જાણે, બીજા શું જાણવાના
પ્રભુની ભક્તિના રંગમાં રહેલા શાંતિના સંગને
માણે એજ માણે રે, બીજા શું માણે
સંગીતમાં રહેલા સૂરની તાજગી,
માણે એજ માણે રે બીજા શું માણે,
પાત્રમાં રહેલી પાત્રતાને તો
જાણે એજ જાણે, બીજા એ શું જાણવાના
જાણે એ જાણે રે, બીજા શું જાણવાના