View Hymn (Bhajan)
Hymn No. 33 | Date: 25-Aug-19921992-08-251992-08-25પ્રભુ જોઈ તારી કરૂણા આજે, હું તો સ્તબ્ધ બની ગઈSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-joi-tari-karuna-aje-hum-to-stabdha-bani-gaiપ્રભુ જોઈ તારી કરૂણા આજે, હું તો સ્તબ્ધ બની ગઈ
આજે હું સમજી છું ખરો અર્થ કરૂણાનો પ્રભુ
વરસાવી તે તો તારી અમીદૃષ્ટિ મારા પર,
ન જોઈ મારી યોગ્યતા કે પાત્રતા
વગર યોગ્યતાસે તે તો મને ઘણું બધું આપ્યું,
જીવનને તે જીવતા શીખવ્યું,
સાચો રસ્તો બતાવી મંજિલની જાણ કરાવી,
ખરેખર પ્રભુ તું તો પ્રેમનો સાગર છે
પ્રભુ જોઈ તારી કરૂણા આજે, હું તો સ્તબ્ધ બની ગઈ