View Hymn (Bhajan)
Hymn No. 38 | Date: 26-Aug-19921992-08-261992-08-26કથની તો કરતી રહી બીજાઓની, પણ ન કરી ક્યારેક મારી કથા પ્રભુ આગળSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=kathani-to-karati-rahi-bijaoni-pana-na-kari-kyareka-mari-katha-prabhuકથની તો કરતી રહી બીજાઓની, પણ ન કરી ક્યારેક મારી કથા પ્રભુ આગળ,
ગીતો તો ગાતી રહી, પણ ન ગાયા ગીત ક્યારેય મારા કરેલા પાપના પ્રભુ આગળ,
પ્રકાશમાં ને પ્રકાશમાં ફરવા છતાં પણ, જીવન અંધકારમાં જ જીવતી રહી,
નિર્લજતા ભરેલું જીવન હોવા છતાં, પ્રભુ આગળ શર્મિલી થઈને રહેતી ગઈ,
અસત્યના સોગંધ લીધા, પણ સત્ય ક્યારેય બોલી નહીં
કથની તો કરતી રહી બીજાઓની, પણ ન કરી ક્યારેક મારી કથા પ્રભુ આગળ