View Hymn (Bhajan)
Hymn No. 66 | Date: 30-Aug-19921992-08-301992-08-30જેની આંખો ભિંજાઈ હોય પ્રેમના આસુંથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=jeni-ankho-bhinjai-hoya-premana-asunthiજેની આંખો ભિંજાઈ હોય પ્રેમના આસુંથી,
એની આંખે દુઃખના આંસુ તો ન હોય રે,
જેને હૈયે છલકાયું હોય હેત રે,
એને હૈયે તો વેર ન હોય રે,
જે બળ્યો હોય વિરહની વેદનામાં
એને અગ્નિનો તાપ ન હોય રે
જેણે ઝિલ્યા હોય ઘા પર ઘા,
પીડારહિત એ તો હોય રે,
જેનું મન શુદ્ધ હોય રે,
એનું આચરણ પણ વિશુદ્ધ જ હોય રે
જેની આંખો ભિંજાઈ હોય પ્રેમના આસુંથી