View Hymn (Bhajan)
Hymn No. 65 | Date: 30-Aug-19921992-08-301992-08-30કક્ષાએ કક્ષાએ ખાલી કક્ષ જ બદલતી રહી છુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=kakshae-kakshae-khali-kaksha-ja-badalati-rahi-chhumકક્ષાએ કક્ષાએ ખાલી કક્ષ જ બદલતી રહી છું
સફળ થઈ આગળ જવાને બદલે,
પાછળ ને પાછળ પડતી રહી છું,
દોડવા ને દોડવામાં પડતી જ રહી છું,
મંજિલની ખબર હોવા છતાં પણ
રસ્તાઓ તલાશતી જ રહી છું,
તલાશ ને તલાશમાં ગલીકૂંચીમાં અટવાતી રહી છું
સવાલ જાણ્યા વગર જવાબ આપતી રહી છું
ક્યાંથી જાણવા મળે મને કાંઈ,
કે જ્ઞાની હોવાનો હું દંભ તો કરતી રહી છું,
અજ્ઞાન રૂપી ખાબોથિયામાં સબડયા કરું છું
કક્ષાએ કક્ષાએ ખાલી કક્ષ જ બદલતી રહી છું