View Hymn (Bhajan)
Hymn No. 2400 | Date: 31-Mar-19981998-03-311998-03-31જેની જિંદગીમાં પ્યાર નથી, એ પ્રભુના પ્યારનો હકદાર નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=jeni-jindagimam-pyara-nathi-e-prabhuna-pyarano-hakadara-nathiજેની જિંદગીમાં પ્યાર નથી, એ પ્રભુના પ્યારનો હકદાર નથી
જેણે અન્યની સંવેદના ઝીલી નથી, એની સંવેદના પ્રભુ ઝીલશે ક્યાંથી
જેની નજરમાં કોઈ વસી શક્તા નથી, એ પ્રભુની નજરમાં વસી શકશે ક્યાંથી
અન્યના દુઃખદર્દને પોતાનું જાણ્યું નથી, એનું દુઃખદર્દ પ્રભુ પાસે પહોંચતું નથી
જેને પોતાના કરેલા કુકર્મો પર ક્રોધ જાગતો નથી, એ પ્રભુના ક્રોધનો ભોગ બન્યા વિના રહેતા નથી
જેની પાસે પોતાના સુખ સિવાય બીજી કોઈ વાત નથી, પ્રભુને એની યાદ આવતી નથી
ઈર્ષાને સ્વાર્થ વિના જેની પાસે બીજું કાંઈ નથી, એ પ્રભુની કરૂણા પામી શક્તો નથી
જેની પાસે સરખામણી સિવાય બીજી કોઈ વાત નથી, એ પ્રભુની સમજ પામી શક્તો નથી
જે જીવનમાં દીલોજાન થી ન્યોછાવર કરી શક્તો નથી, એ પ્રભુનો પ્યાર પામી શક્તો નથી
સુખસગવડ વિના જીવનમાં જે જીવી શક્તો નથી, એ સંજોગોની સામે ટકી શક્તો નથી
જેની જિંદગીમાં પ્યાર નથી, એ પ્રભુના પ્યારનો હકદાર નથી