View Hymn (Bhajan)
Hymn No. 2395 | Date: 25-Mar-19981998-03-251998-03-25એક પ્યાર ભર્યુ રે દિલ પ્રભુ, પ્યાર ચાહે છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=eka-pyara-bharyu-re-dila-prabhu-pyara-chahe-chheએક પ્યાર ભર્યુ રે દિલ પ્રભુ, પ્યાર ચાહે છે
ના ચાહે એ તો બીજું કાંઈ બસ, પ્યાર ને પ્યાર ચાહે છે
પ્રભુ પ્યાર તો છે તારુ નામ, મારુ દિલ તને ચાહે છે
પામી જાય જો એ એની ચાહતને, ના બીજું કાંઈ એ ચાહે છે
દુઃખદર્દની નથી કોઈ ફરિયાદ, બસ હરદમ એ તારો શ્રીંગાર ચાહે છે
તારી આંખમાંથી છલકતા પ્યારનો, એ તો દીવાનો છે
પ્યાસો છે જન્મોનો કે, પ્યાર તારો પ્રભુ એ તો ચાહે છે
ના કોઈ ઇનકાર કે ના કોઈ તકરાર કરવા, એ તો ચાહે છે
છે એની પાસે જે એ તો બસ એજ માગે છે, એક પ્યાર ભર્યુ …
પ્યાર તો છે તારો સદા વરસતો આજ, એને પામવા ચાહે છે એક...
એક પ્યાર ભર્યુ રે દિલ પ્રભુ, પ્યાર ચાહે છે