View Hymn (Bhajan)
Hymn No. 2 | Date: 18-Aug-19921992-08-181992-08-18જિંદગી જીવવી છે મારે પૂરા અરમાનથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=jindagi-jivavi-chhe-mare-pura-aramanathiજિંદગી જીવવી છે મારે પૂરા અરમાનથી
જિંદગી નથી જીવવી મને, નિરાશાની ચાદર ઓઢીને
મળી છે આ જિંદગી, ઘણા પ્રયત્નો પછી
સમજવું છે મને આ જીવનનું ધ્યેય, સમજવું છે
મને આત્મા અને પરમાત્મા, વચ્ચે નો ભેદ ઓળખવો છે
રહેવું છે મારે પ્રભુના સંગાથે
કરવા છે સદગુણોને એકત્ર, ત્યજવા છે દુર્ગુણો
જિંદગી જીવવી છે મારે પૂરા અરમાનથી