View Hymn (Bhajan)
Hymn No. 1934 | Date: 31-Dec-19961996-12-311996-12-31ખોટી વ્યાધિ ઉપાધિ કોઈને દુઃખદર્દ આપ્યા વિના રહી નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=khoti-vyadhi-upadhi-koine-duhkhadarda-apya-vina-rahi-nathiખોટી વ્યાધિ ઉપાધિ કોઈને દુઃખદર્દ આપ્યા વિના રહી નથી,
છતાં પણ જીવનમાં કોઈને, આના સિવાય ચાલતું નથી.
ચાહે છે સહુ કોઈ છટકવા, વ્યાધિ ઉપાધિની જાળમાંથી,
પોતાનામાં રહેલી લાલચનો, ત્યાગ કોઈ કરી શકતા નથી.
જોઈએ છે બધાને બધું જીવનમાં, કાંઈ પણ ગુમાવવું નથી,
આવે જ્યાં સહન કરવાની પારી, ત્યાં હાયવોય વિના રહેતા નથી.
આ તો છે સહુની હાલત, એમાંથી બાકાત તો કોઈ નથી,
છે બાકાત જે આ હાલતથી, એની પાસે દુઃખને કોઈ સ્થાન નથી.
ચાહે છે સહુ કોઈ સુખેથી રહેવા, પણ સુખેથી રહી શકતા નથી,
જાણે છે સહુ કોઈ કારણ આનું, આમાં કોઈ નવી નવાઈની વાત નથી.
ખોટી વ્યાધિ ઉપાધિ કોઈને દુઃખદર્દ આપ્યા વિના રહી નથી