View Hymn (Bhajan)
Hymn No. 3241 | Date: 13-Feb-19991999-02-131999-02-13જીવનમાં ભૂલતા શીખ્યો હું મને, ત્યાં આનંદની લહેરી હૈયે છવાઈ ગઈSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=jivanamam-bhulata-shikhyo-hum-mane-tyam-anandani-laheri-haiye-chhavaiજીવનમાં ભૂલતા શીખ્યો હું મને, ત્યાં આનંદની લહેરી હૈયે છવાઈ ગઈ
ભૂલવામાં ને ભૂલવામાં છે મજા જિંદગી, એ મને સમજાવી ગઈ
ભૂલવા ચાહ્યું જ્યાં મેં, ત્યાં ધીરે ધીરે ભૂલવાની મજા આવી ગઈ
તો ક્યારેક ભૂલવામાં પણ યાદ જે, ભૂલવું હતું એની આવી ગઈ
ભૂલી ના શક્યો હું એને જ્યાં, સ્મૃતિમાં ફરી એ છવાઈ ગઈ
એ ક્યારે, ભૂલવું છે એ જ, ભૂલવાને બદલે યાદ બની ગઈ
દાસ્તાં છે મારી આવી, કે સદા એ તો બદલાતી રહી
ભૂલવામાં ને યાદ કરવામાં, જીવન દોર મારી કપાતી ગઈ
ભૂલીને બધું પ્રભુ યાદ જ્યાં આવી તારી, ત્યારે મજા મને આવી ગઈ
ક્ષણ બે ક્ષણના એ અનુભવે લાગ્યું, કે મંજિલ મારી મને મળી ગઈ
જીવનમાં ભૂલતા શીખ્યો હું મને, ત્યાં આનંદની લહેરી હૈયે છવાઈ ગઈ