View Hymn (Bhajan)
Hymn No. 3240 | Date: 13-Feb-19991999-02-131999-02-13મસ્તી ભરી(નજર) નિગાહ કહી રહી છે, પ્રેમને આહવાન દઈ રહી છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=masti-bharinajara-nigaha-kahi-rahi-chhe-premane-ahavana-dai-rahi-chheમસ્તી ભરી(નજર) નિગાહ કહી રહી છે, પ્રેમને આહવાન દઈ રહી છે
આવો આવો વિતાવીએ પળો આપણે, સંગ સંગ મહોબત પૈગામ દઈ રહી છે
ભૂલીને બધું, ભૂલીએ ખુદને, કે કોઈ રાહ ઇંતઝાર આપણો કરી રહી છે
નજરના પૈગામ ઝીલીએ, નજરથી કે નજર શું કહી રહી છે
પ્રેમમાં આજ કરીએ બંધનોની હદપાર, કે દિલનો આવાજ એ કહી રહ્યો છે
ના ચોરતા તમે નયનો તમારા અમારાથી, કે બેકરારી અમારી વધી રહી છે
એકવાર જુઓ તો જરા નજરમાં અમારી, કે નજર અમારી તમને શું કહી રહી છે
મસ્તીભર્યો સમા ને પ્યારભર્યો આહવાન, તમને પોકારી રહ્યું છે
એકત્વના એ ભાવ જગાવી હૈયે, એકતાના રંગમાં રંગવાનું સૂચવી રહ્યું છે
મસ્તીભરી નિગાહ તમને બોલાવી રહી છે, ને પ્રેમનું આહવાન દઈ રહી છે
મસ્તી ભરી(નજર) નિગાહ કહી રહી છે, પ્રેમને આહવાન દઈ રહી છે