View Hymn (Bhajan)
Hymn No. 3242 | Date: 14-Feb-19991999-02-141999-02-14નયનોની છે આ કેવી કરામત અરે, મળે તો બેકરારી જગાવી જાય છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=nayanoni-chhe-a-kevi-karamata-are-male-to-bekarari-jagavi-jaya-chheનયનોની છે આ કેવી કરામત અરે, મળે તો બેકરારી જગાવી જાય છે
ના મળે જ્યાં એકબીજાથી, ત્યાં બેચેની હદ વટાવી જાય છે
વર્ષાવે છે આંસુ હર્ષના, તોય હૈયું ભીનું કરી જાય છે
વર્ષાવે આંસુ વિયોગના, તોય એ હૈયું ભીનું કરી જાય છે
ગમમાં તો રહે છલકતા ને છલકતા, ખુશીમાં પણ છલકી જાય છે
હોય દિલબર જ્યાં સામે, ત્યાં દિલમાં શોધવા એ જાય છે
મળે જ્યાં નયનોથી નયનો, ત્યાં જોવાનું બધું ભૂલી જાય છે
સ્વપ્નમાં પામે દીદાર, ત્યાં ખુલ્લી એ જાય છે
ખુલ્લી આંખે મળે દીદાર, ત્યાં સ્વપ્નામાં ખોવાઈ જાય છે
કહેવું શું વધારે કે અનહોની ને, હોની કરતા જાય છે
નયનોની છે આ કેવી કરામત અરે, મળે તો બેકરારી જગાવી જાય છે