View Hymn (Bhajan)
Hymn No. 1150 | Date: 16-Jan-19951995-01-161995-01-16જીવનમાં એ કેમ આગળ વધી શકે, જીવનમાં કેમ આગળ વધી શકેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=jivanamam-e-kema-agala-vadhi-shake-jivanamam-kema-agala-vadhi-shakeજીવનમાં એ કેમ આગળ વધી શકે, જીવનમાં કેમ આગળ વધી શકે
ના વધવું હોય જેને આગળ, હટવું હોય જેને પાછળ, એ કેમ આગળ …..
આગળ વધવા કાજે ના કરે જે પ્રયાસ જીવનમાં, એ કેમ આગળ …..
નિરાશાનું શરણ લેનારો, જીવનમાં કેમ આગળ વધી શકે …..
ઉદાસીનતાને ગળે વળગાડી ફરનારો, જીવનમાં કેમ આગળ વધી શકે
સાચી સમજને ગુમાવનારો જીવનમાં, કેમ આગળ વધી શકે
વિનય ને વિવેકથી દૂર રહેનારો, જીવનમાં કેમ આગળ વધી શકે
પોતાની ભૂલોને ભૂલીને અન્યની ભૂલો જોનારો, જીવનમાં કેમ આગળ વધી શકે
દુઃખદર્દનો સહારો લઈ ફરવાવાળો જીવનમાં કેમ આગળ વધી શકે
પ્રભુના નામસ્મરણને ભૂલનારો, જીવનમાં કેમ આગળ વધી શકે
જીવનમાં એ કેમ આગળ વધી શકે, જીવનમાં કેમ આગળ વધી શકે