View Hymn (Bhajan)
Hymn No. 1146 | Date: 15-Jan-19951995-01-151995-01-15જીવડો ઝગડતો ને ઝગડતો, રે રહ્યો જગમાંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=jivado-jagadato-ne-jagadato-re-rahyo-jagamamજીવડો ઝગડતો ને ઝગડતો, રે રહ્યો જગમાં
ગાંડો બની ઘેલો બની, માયા પાછળ દોડતો રહ્યો રે જીવડો …..
તારા મારાની જંજાળમાં, ઝગડતો રહ્યો રે જીવડો …..
પાપપૂણ્યના હિસાબ, કરતો રહ્યો રે જીવડો …..
હાયવોય કરતો રહ્યો, ના આવ્યું કાંઈ હાથમાં રે જીવડો …..
ભૂલીને જગદીશને જગ સાથે લગાવ લગાવતો રહ્યો રે …..
માયાને સમજીને સત્ય, ભમતો રહ્યો રે જીવડો ઝગડતો રહ્યો રે
ભ્રમમાં ભ્રમિત બનીને ભટકતો રહ્યો, રે જગમાં જીવડો …..
મારા મારાની આશામાં મરી મરીને જીવતો રહ્યો જીવડો
પ્રભુ સદા તને ભૂલતો રહ્યો રે જીવડો, ઝગડતો રહ્યો
જીવડો ઝગડતો ને ઝગડતો, રે રહ્યો જગમાં