View Hymn (Bhajan)
Hymn No. 4405 | Date: 29-Aug-20142014-08-292014-08-29જીવનમાં મારા પ્રભુ, અખંડ વિશ્વાસની જ્યોત પ્રગટાવોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=jivanamam-mara-prabhu-akhanda-vishvasani-jyota-pragatavoજીવનમાં મારા પ્રભુ, અખંડ વિશ્વાસની જ્યોત પ્રગટાવો,
જીવનમાં મારા પ્રભુ, અખંડ ભક્તિની ધારા વહાવો,
હૃદયમાં મારા પ્રભુ, પૂર્ણ પ્રેમને તમે જગાડો,
પૂર્ણ હૃદયથી સમર્પણના ભાવ, મારા જીવનમાં જગાડો,
વિકારોના મારથી, જીવન ખરડાઈ ગયું છે,
તારા પ્રેમના સ્નેહ લેપથી પ્રભુ, જીવન અમારું સુગંધિત બનાવો,
વિનંતી અમારી સ્વીકારી જીવનમાંથી, વિકારો ને અહંકારનો નાશ કરો,
પૂર્ણ જગતના સ્વામી, આ પ્રાર્થના અમારી તમે સ્વીકારો,
કરાવવું છે જે તમને અમારી પાસે, એ શીઘ્રતા થી કરાવો,
દીલ ના દુખાવીએ તારું કે તારા કોઈ પણ સ્વરૂપનું પ્રભુ,
હવે દુવિધા અમારા મન ને હૃદયમાંથી, સદૈવ માટે મિટાવો.
જીવનમાં મારા પ્રભુ, અખંડ વિશ્વાસની જ્યોત પ્રગટાવો